વન્ય જીવ

વન્યજીવન માં વનસ્પતિ અને તેમાં સહવાસ કરતા વન્ય પ્રાણીઓ , પક્ષીઓ, જીવજન્તુઓ, સરીસપ જે આ ઇકો સિસ્ટમ ને ચલાવવામાં મહત્વનો ફાળો આપે છે.

નવસારી જિલ્લાની ઉત્તરમાં સુરત જિલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો અને દક્ષિણમાં વલસાડ જિલ્લો આવેલા છે, જ્યારે પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે.

નવસારી જિલ્લામાંથી પુર્ણા નદી, અંબિકા નદી, કાવેરી નદી, ખરેરા નદી, કોસખાડી નદી વગેરે નદીઓ પસાર થાય છે. અને તેની ઓથ માં જે વન્યજીવ સંકળાયેલા જે તે પોતાનુ જીવન વ્યતીત કરી રહ્યા છે.

જેમાં જોવા જઈએ તો વનસ્પતિમા મોટા વૃક્ષો ની આશરે ૧૫૦ થી જેટલી પ્રજાતિઓ અને સાપ માં ઝેરી ત્રણ જેમાં નાગ, ખળચિતળો, કાળોતરો અને બિન ઝેરી માં ૧૩ જેટલા સાપ જેમાં ધામણ, તામ્બાપીઠ, રૂપ સુંદરી, વરૂદન્તી, દેડવુ, ચાકરણ, સામાન્ય કુકરી, અજગર જેવી પ્રજાતિ સામાન્ય રીતે હજુ પણ હયાત છે.

વન્ય પ્રાણીઓ માં નવસારી લીલાછમ વાતાવરણ ની ચાદર ઓઢેલી હોય અને તેમાં જંગલી સુવર, દીપડા, વનિયર, જંગલી બિલાડી, હજુ પણ હયાત અવસ્થામાં છે.

જો આજ રીતે પક્ષીઓ ની સુલતાનપુર માં આશરે ૧૯૧ જેટલી પ્રજાતિઓ અને ક્ર્મશ: જોવા જઈએ તો નવસારી એગ્રીકલ્ચર માં ૧૪૦, અબ્રામા તળાવ માં ૧૩૯, નાની દેવસર માં ૧૩૮ , કોઠા તળાવ માં ૧૦૧, ગણદેવા માં ૫૭, દેવધા ડેમ પર ૧૪ જેટલી પક્ષીઓની પ્રજાતિ ૨૦૨૩ સુધી માં જોવા મળી છે.

પણ મત્સ્ય ઉધોગ ના લીઘે અને તેમાં વપરાતી દવાઓ જે આ સૃષ્ટિ ને લુપ્ત બનાવવાના માટે જવાબદાર રૂપ બની રહ્યા છે. ઘણી વખત વન્ય જીવ પ્રત્યે પ્રજા સજાગ ન હોવાથી અને તેના વિશે ઓછી જાણકારી ના લીઘે લુપ્ત થતી પ્રજાતિ હંમેશા માટે લુપ્ત થઈ શકે છે.