“ સ્વચ્છ સાગર “
માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે.જ્યાં વિશ્વભરના વૈજ્ઞાનિકો પૃથ્વીની ઉત્પત્તિ ના અનુમાનો લગાવે છે ત્યાં ભારતીય દર્શન પૃથ્વીના આયુષ્યને અબજો વર્ષોનું મને છે અને ભારતીયો માટે પૃથ્વી કોઈ સ્થૂળ પદાર્થ નહિ પરંતુ પૂજનીય માં સમાન છે. આપણા ભારતવાસીઓ માટે જેટલું મહત્વ ધરતી માતાનું છે એટલુજ મહત્વ આપણી નદીઓનુ અને છેલ્લે એ બધી જ નદીઓના સંગમથી બનતા વિશાળ સમુદ્રો નુ છે.કુદરતની કૃપાથી ભારત પાસે ૬૧૦૦ કિલોમીટર લાંબો વિશાળ સમુદ્રતટ છે જે દેશના આર્થિક વિકાસ માં ઘણી બધી રીતે મહત્વ નો ભાગ ભજવે છે.
ગુજરાતના દરિયાકિનારા પર વસતા લોકો માટે નાના મોટા ઉદ્યોગો વિકાસ પામ્યા તે આશીર્વાદરૂપ છે. દરિયાઈ સંપત્તિની મહત્તમ ઉપયોગ આ ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા ઝેરી વાયુ, ગેસ, ઝેરી પદાર્થો અને પ્રદૂષિત પાણીનો નિકાલ દરિયામાં જ કર્યો જેથી કાંઠા પર પર્યાવરણ પર વિપરીત અસરો થઈ દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ પ્રાણીઓ ઉપર પણ નકુશાનકતા અસરો થઈ છે. દરિયાઈ કાટમાળ જેમાં એ દરિયાઈ જીવો, પર્યાવરણીય પ્રક્રિયાઓ, સૌંદર્ય શાસ્ત્ર અને રાષ્ટ્રોની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસરો સાથેનો વૈશ્વિક મુદ્દો છે.
તો શું એક ભારતવાસી તરીકે,એક જાગૃત નાગરિક તરીકે અને પ્રકૃતિના બાળક તરીકે એક નાનકડા પ્રયત્ન માં તમે સહભાગી થશો ખરા? આવો સૌ સાથે મળીને આ પ્રયત્નને સફળ બનાવીએ.
૧૭ સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ “NAVSARI DISTRICT COASTAL CLEANUP CAMPAIGN ” અંતર્ગત નવસારી જીલ્લા ના તમામ દરિયાકિનારાના વિસ્તારની સાફ સફાઈમાં ૨ કલાક માટે તમારું યોગદાન આપો