swachha sagar

“સ્વચ્છ સાગર,સમૃદ્ધ સાગર,સુરક્ષિત સાગર”

નવસારી જીલ્લાના ત્રણ સાગરતટ દાંડી-નવસારી, ભાટ-અમલસાડ અને ઉભરાટ-નવસારી ને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ.

      પ્લાસ્ટિક! પ્લાસ્ટિક એટલે માણસે બનાવેલ વસ્તુઓમાંથી એક હાનિકારક વસ્તુ.તમે પોતાની આસપાસ નજર કરો તો ઠેરઠેર તમને પ્લાસ્ટિકના ઢગલા જોવા મળશે.ઘર,ઓફીસ,શાળા-કોલેજો ,રસ્તાઓ અને જાહેરસ્થળો વગેરે જેવી કોઈ પણ જગ્યા બાકાત નથી જ્યાં પ્લાસ્ટીકે પોતાનું વર્ચસ્વ ન જમાવ્યું હોય.અમુક જગ્યા પર તમને પ્લાસ્ટિક કચરાપેટીઓમાં વ્યવસ્થિત પેક જોવા મળશે અને અમુક જગ્યાએ તદ્દન વેરણછેરણ. શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આટલા બધા પ્લાસ્ટિકનો જયારે તે નકામા થઇ જાય ત્યારે નિકાલ ક્યાં અને કેવી રીતે થાય છે? ભારતમાં લગભગ ૮૦% કચરો હવા અને નદી-નાળા મારફતે છેલ્લે દરિયામાં ઠલવાય છે.પ્લાસ્ટિક એવી વસ્તુ છે જેને પાણી અને જમીન ભળતા ઘણા વર્ષો લાગે છે.હાલની પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો દર વર્ષે લગભગ ૩૦ લાખ ટન પ્લાસ્ટિકકચરો આપણા દરિયાઓમાં ઠલવાય છે મતલબ કે આપણે દર એક મીનીટે ટ્રક ભરીને પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠાલવીએ છીએ જ્યાં તે આપણી દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમી પુરવાર થાય છે. આ દરિયાઈ જીવો પણ કુદરત ના જ બાળકો છે.શું એમની સલામતીની જવાબદારી આપણી નથી? આપણા દ્વારા નિકાલ કરવામાં આવેલ કચરાથી બીજા જીવોનુ જીવન જોખમાય એ કેટલા અંશે વ્યાજબી ગણાય?આ માટે વર્તમાન અને ભવિષ્યમાં કદાચ આપણે આ ગંદકી ન ફેલાવીએ પણ અત્યાર સુધી જે પ્લાસ્ટિક પ્રદુષણ ફેલાવ્યું છે એનું શું?

તો આવો સૌ સાથે મળીને 17 સપ્ટેમ્બર,2022 ના રોજ શનિવારે સવારે ૭-૩૦ થી ૧૦-૩૦ કલાકે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા આયોજિત “NAVSARI DISTRICT COASTAL CLEANUP CAMPAIGN" અંતર્ગત નવસારી જીલ્લા ના ભાટ(અમલસાડ),દાંડી(નવસારી) અને ઉભરાટ(મરોલી)માંથી તમારી નજીકના દરિયાકિનારાની વિસ્તારની સાફ સફાઈમાં ૨ કલાક માટે તમારું યોગદાન આપીને એક કદમ વધારીએ આપણા સાગરતટોને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે.

જે રીતે માનવવિકાસમાં પ્રકૃતિ અમૂલ્ય ફાળો આપે છે એની સામે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનની આપણી નૈતિક જવાબદારી છે.પરંતુ શું આપણે આપણી જવાબદારીઓ નિભાવવામાં સમર્થ નીવડ્યા છે ખરા? આડેધડ કપાતા વૃક્ષો,ઝેરી વાયુ છોડતા વાહનો અને ફેકટરીઓ, મશીનરીઓ અને વિવિધ રાસાયણિક કેમિકલ્સથી દુષિત થતા પાણીના નિકાલ અંગે આપને કેટલા સજાગ છીએ?

17 સપ્ટેમ્બર,2022 ના રોજ “NAVSARI DISTRICT COASTAL CLEANUP CAMPAIGN”અંતર્ગત નવસારી જીલ્લા ના ભાટ,દાંડી અને ઉભરાટ દરિયાકિનારાના વિસ્તારની સાફ સફાઈમાં ૨ કલાક માટે તમારું યોગદાન આપો.

એક કદમ સાગરો ને પ્લાસ્ટિકમુક્ત કરવા માટે, આવો સૌ સાથે મળીને આ પ્રયત્નને સફળ બનાવવામાં સહભાગી થઈએ.

માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે.જ્યાં વિશ્વભરના વૈજ્ઞાનિકો પૃથ્વીની ઉત્પત્તિ ના અનુમાનો લગાવે છે ત્યાં ભારતીય દર્શન પૃથ્વીના આયુષ્યને અબજો વર્ષોનું મને છે અને ભારતીયો માટે પૃથ્વી કોઈ સ્થૂળ પદાર્થ નહિ પરંતુ પૂજનીય માં સમાન છે. આપણા ભારતવાસીઓ માટે જેટલું મહત્વ ધરતી માતાનું છે એટલુજ મહત્વ આપણી નદીઓનુ અને  છેલ્લે એ બધી જ નદીઓના સંગમથી બનતા વિશાળ સમુદ્રો નુ છે.કુદરતની કૃપાથી ભારત પાસે ૬૧૦૦ કિલોમીટર લાંબો વિશાળ સમુદ્રતટ છે જે દેશના આર્થિક વિકાસ માં ઘણી બધી રીતે મહત્વ નો ભાગ ભજવે છે.ગુજરાતને ૧૬૫૯ કિ.મી.ની દરિયાકીનારો મળ્યો છે.

 

ગુજરાતના વિકાસ માટે સરકાર તથા ઔદ્યોગિક સંકુલોએ ગોલ્ડન કીરીડોર તરીકે ઉદ્યોગોનો વિકાસ કર્યો અને વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે જમીન અને પર્યાવરણના પ્રશ્નોના લીધે દરિયા કિનારા તરફ નજર દોડાવવી પડી.વ્યક્તિઓ, સમાજ અને ઉદ્યોગપતિઓ પોતાના જ હિત જુએ છે. પરંતુ બધાના હિતોને ધ્યાનમાં લેવાયા નથી અને માઠી અસરો ઉભી કરી છે.છેલ્લા પંદર વર્ષમાં લગભગ અડધા પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ અંકુશની બહાર થઈ ગયો છે અને ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે. પ્લાસ્ટિક બેગ એ આપણા મહાસાગરોને પ્રદૂષિત કરતા કચરાના મોટા જથ્થાનું એક ઉદાહરણ છે.

 

પેકેજિંગ માટે આપણે જે પ્લાસ્ટિક ઉપયોગમાં લઇએ છીએ એમાંના ત્રીજા ભાગનું પ્લાસ્ટિક આપણા રસ્તાકિનારે અને દરિયાકાંઠે એકઠું થાય છે અને આપણા કુદરતી પર્યાવરણને પ્રદુષિત કરે છે. દર વર્ષે એક કરોડ ૩૦ લાખ ટન પ્લાસ્ટિક આપણા દરિયામાં ઠલવાય છે,મતલબ કે આપણે દર એક મીનીટે ટ્રક ભરીને પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠાલવીએ છીએ જ્યાં તે આપણી દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમી પુરવાર થાય છે.


આ પ્લાસ્ટિક કચરાને કારણે 2000 થી વધુ સમુદ્રી પ્રજાતિઓ મૃત્યુ પામે છે.આપણે ત્યાં દર વર્ષે સરેરાશ 1000 કાચબાઓ, 300000 વ્હેલ અને ડોલ્ફીન આકસ્મિક રીતે જાળ અને પ્લાસ્ટિક થેલીઓમાં ફસાઈ જાય છે અને ગુંગળામણ,ભૂખમરો અને થાક દ્વારા ધીમી ગતિ એ મૃત્યુ પામે છે.


આ દરિયાઈ જીવો પણ કુદરત ના જ બાળકો છે.શું એમની સલામતીની જવાબદારી આપણી નથી? આપણા દ્વારા નિકાલ કરવામાં આવેલ કચરાથી બીજા જીવોનુ જીવન જોખમાય એ કેટલા અંશે વ્યાજબી ગણાય?આ માટે વર્તમાન અને ભવિષ્યમાં કદાચ આપણે આ ગંદકી ન ફેલાવીએ પણ અત્યાર સુધી જે  પ્લાસ્ટિક પ્રદુષણ ફેલાવ્યું છે એનું શું? તો આવો સૌ સાથે મળીને 17 સપ્ટેમ્બર,2022 ના રોજ “NAVSARI DISTRICT COASTAL CLEANUP CAMPAIGN" અંતર્ગત નવસારી જીલ્લા ના ભાટ(અમલસાડ),દાંડી(નવસારી) અને ઉભરાટ(મરોલી) દરિયાકિનારાના વિસ્તારની સાફ સફાઈમાં ૨ કલાક માટે તમારું યોગદાન આપીને એક કદમ વધારીએ આપણા સાગરતટોને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે.

  સમુદ્ર એ કુદરતે આપણને આપેલ અમૂલ્ય ભેટ છે અને જળસૃષ્ટિમાટેનું રહેઠાણ છે.આપણે ઘણી જગ્યાઓ પર વાંચીએ છીએ કે સૂર્ય નહી હોય તો શું થાય બાષ્પીભવન નહિ થાય વરસાદ નહી થાય અને દુનિયા જ ના ચાલે.પણ એમાં જેટલો મહત્વ નો ફાળો સૂર્યનો છે એટલો જ સાગર નો પણ છે.


આ કુદરતી સંશાધનની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે.આપણા માંથી ઘણા લોકો આ ફરજ સમજે છે પરંતુ એ ફરજ નિભાવી શકીએ અને વધુમાં વધુ લોકોને આ પ્રત્યે સભાન બનાવી શકીએ એ માટે આ અભિયાન શરૂઆત કરી છે.દરિયાઈ કાટમાળ જે દરિયાઈ જીવો, પર્યાવરણીય પ્રક્રિયાઓ, સૌંદર્ય શાસ્ત્ર અને રાષ્ટ્રોની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસરો સાથેનો વૈશ્વિક મુદ્દો છે.

“NAVSARI DISTRICT COASTAL CLEANUP CAMPAIGN ” અંતર્ગત 17 સપ્ટેમ્બર,2022 ના રોજ નવસારી જીલ્લા ના ભાટ,દાંડી અને ઉભરાટ દરિયાકિનારાના વિસ્તારની સાફ સફાઈ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.તો શું એક ભારતવાસી તરીકે,એક જાગૃત નાગરિક તરીકે અને પ્રકૃતિના બાળક તરીકે એક નાનકડા પ્રયત્ન માં તમે સહભાગી થશો ખરા? આવો સૌ સાથે મળીનેઆ પ્રયત્નને સફળ બનાવીએ.

Scan QR Code For Registration And Be Volunteer. OR click on the link below for registration https://docs.google.com/forms/d/e/1FAIpQLScZiHkEavX1nddToZAzskrJ0R13jYryP2zgnefFexov8uK18w/viewform
Preserving nature is our responsibility. Let us join hands to clean plastic from our sea.
For Navsari district coastal cleaning activity on 17th September, 2022 please register to this link.

પ્રકૃતિનું જતન કરવું એ આપણી જવાબદારી છે. ચાલો આપણે આપણા સમુદ્રમાંથી પ્લાસ્ટિક સાફ કરવા માટે કાર્ય કરીએ.

17મી સપ્ટેમ્બરની નવસારી જિલ્લાની સફાઈ પ્રવૃત્તિ માટે કૃપા કરીને આ લિંક પર નોંધણી કરો અને બીજાને પણ જોડી શકો છો.

1.BHAT,AMALSAD
  • BEFORE
  • AFTER
2. DANDI,NAVSARI
  • BEFORE
  • AFTER
3. UBHRAT,MAROLI
  • BEFORE
  • AFTER
For More information kindly contact

For Dandi : Dr.Harnish Naik : 091 93288 48407

For Bhaat : Mohitbhai : 091 79900 86680

ShabanaBen : 091 96242 07862

Dixitbhai : 091 93271 03798

Kaushikbhai : 091 99044 64621

For Ubhrat : Sanjaybhai : 091 97122 59790

Ankitbhai : 091 90332 01530

Yogeshbhai : 091 90994 59419

Nileshbhai : 091 76981 61111

This campaign is so far has Enlisted the support and participation of ministry of earth science (MoES),Ministry of Environment Forest and Climate Change (MoEFCC),National Service Scheme(NSS),Indian Coast Guard, National Disaster Management authority (NDMA),Seema Jagran Manch(SMC),SFD,Akhil Bharatiya Vishyathi Parishad (ABVP),પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ(PSG),along with other Social Organizations and Educational Institutions.