ચાલો ચર્ચા કરીએ (Let's Discuss)

નવસારીના વિકાસ અને સમસ્યાઓ પર આપના મંતવ્યો જણાવો

૧. ટાઉન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની વિકટ સમસ્યા

ટાઉન હોલ, ટાવર અને લુન્સીકુઈ જેવા વિસ્તારોમાં વધતી જતી વાહનોની સંખ્યા અને પાર્કિંગના અભાવે સામાન્ય નાગરિકો હેરાન થાય છે. આનો કાયમી ઉકેલ શું હોઈ શકે? શું મલ્ટી-લેવલ પાર્કિંગ જરૂરી છે?

૨. પૂર્ણા નદીનું વધતું જતું પ્રદૂષણ

નવસારીની જીવાદોરી સમાન પૂર્ણા નદીમાં ઠાલવવામાં આવતું ગંદુ પાણી અને કચરો ચિંતાનો વિષય છે. નદીને ફરી જીવંત અને શુદ્ધ કરવા માટે તંત્ર અને જનતાએ શું કરવું જોઈએ?

૩. રખડતા ઢોર અને ટ્રાફિક અકસ્માત

મુખ્ય માર્ગો પર રખડતા પશુઓને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. પશુપાલકોની જવાબદારી અને તંત્રની કામગીરી વિશે તમારા શું વિચારો છે?

૪. સીટી બસ સેવાની જરૂરિયાત અને મર્યાદા

નવસારી-જલાલપોર અને આસપાસના વિસ્તારોને જોડતી મજબૂત સીટી બસ સેવાનો અભાવ છે. શું રીક્ષાના વિકલ્પ તરીકે સરકારી બસ સેવા વધારવી જોઈએ?

૫. ચોમાસામાં ભરાતા પાણી અને ગટર વ્યવસ્થા

દર વર્ષે ભારે વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે. પ્રી-મોન્સૂન કામગીરી કેટલી અસરકારક છે? શું ગટર લાઈનોનું આયોજન નવેસરથી કરવાની જરૂર છે?