નવસારીનો ભવ્ય ઇતિહાસ
પુરાતન ટેકરાઓથી આધુનિક શહેર સુધીની સફર
નવસારી તો એવી આડી કે વચમાં રાખે ખાડી. નવસારીની અસલી હાલત એવી જ હતી. ટેકરા ટેકરીની જગ્યા, વચમાં ભરબજારમાં પાણી જવાની ખીણ અને લોકો જુદા જુદા ટેકરાઓ ઉપર પોતાના મહોલ્લાઓ બનાવી વસતા હતા. મધુમતી વાળી ખાઈમાંથી ગાડાં અને માણસને રસ્તો કાપવો પડતો હતો.
મુળ નવસારીના ટેકરાઓ (મહોલ્લા)
વિકાસ અને પરિવર્તન
કાળક્રમે વસ્તી વધતી ગઈ. રેલ્વે આવી. નમાજખાનાના ટેકરા પર હાલનું સ્ટેશન બન્યું અને જુનાથાણાથી ટાવર ફુવારા થઈ સ્ટેશન સુધી સયાજી રોડ બન્યો. મફતલાલ અને દરભંગા મીલ આવતા સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને યુપીથી લોકો વસવા આવ્યા.
પર્યાવરણ અને જળ સંરક્ષણની સમસ્યા
આપણે નવસારીમાં શું કર્યું? ૫૦% દુધીયુ તળાવ ખાઈ ગયા. શોપીંગ સેન્ટર અને માર્કેટ બની. કાલીયાવાડી કુદરતી વહેણ જે નદીને મળે છે, ત્યાં માટી પુરાણ કરીને સોસાયટીઓ બનાવી દીધી. હકીકતમાં કાયદા મુજબ નદીની બંને પાળથી ૫૦ મીટર સુધી કોઈ બાંધકામ ન હોવું જોઈએ.
નવસારીના રત્નો (મહાન વિભૂતિઓ)
નવસારીએ ભારતને એવી વિભૂતિઓ આપી છે જેમણે દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું છે. આ કારણે જ નવસારીને 'સંસ્કારી નગરી' કહેવામાં આવે છે.
- જમશેદજી તાતા: ભારતીય ઉદ્યોગ જગતના પિતા અને તાતા ગ્રુપના સ્થાપક. તેમનું જન્મસ્થળ નવસારીમાં આજે પણ સ્મારક તરીકે જાળવવામાં આવ્યું છે.
- દાદાભાઈ નવરોજી: 'હિંદના દાદા' (Grand Old Man of India) તરીકે ઓળખાતા સ્વતંત્રતા સેનાની.
'નવસારી' નામ પાછળનો ઇતિહાસ
ઇતિહાસકારો મુજબ, ૧૨મી સદીમાં જ્યારે પારસીઓ અહીં આવ્યા, ત્યારે તેમને અહીંની આબોહવા ઈરાનના 'સારી' પ્રદેશ જેવી લાગી. તેથી તેમણે આ સ્થળને 'નવ-સારી' (નવું સારી) નામ આપ્યું. પુરાતન ગ્રંથોમાં આ શહેરનો ઉલ્લેખ 'નવસારિકા' તરીકે પણ જોવા મળે છે.