Vocal For Local
Government
- Collector Office
- Mahiti Vibhag
- D.E.O.
- Municipal Corporation
- M.L.A.
Online Areas
Downloads
- Mobile
- Software
- Games
- Music
- Movies
Glimpse of Navsari
News & Update
108 દેવદૂત બનીને આવી:વાંસદામાં 108ની મહેનત રંગ લાવી, નિરપણ ગામના 7 વર્ષીય બાળકને સર્પદંશથી બચાવાયો
વાંસદા તાલુકાથી 35 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ વિસ્તાર નિરપણ ગામના 7 વર્ષીય બાળક પ્રિતેશ છનિયાભાઇ થોરાટ ઘરના આંગણામાં રમતો હતો. દરમિયાન તેને પગમાં કંઈક કરડી ગયું હતું. એજ દરમિયાન ઘરના આંગણામાં ફરતા બે મરઘા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘરના સભ્યો શોધખોળ કરતા ઝેરી નાગ મળી આવ્યો હતો. પ્રિતેશને ઝેરી સાપે ડંખ માર્યાની જાણ પરિવારને થતા તાત્કાલિક 108નો સંપર્ક કર્યો હતો. તાત્કાલિક 108 ઘટનાસ્થળે પહોંચી પ્રિતેશને વાંસદાના રાણી ફળિયા શ્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રિતેશને તાત્કાલિક સારવાર મળતા જીવ બચી ગયો હતો.
Facebook Feed
Instagram Feed
નવસારી : નવસારી માટે ‘ તવારીખે નવસારી ‘ ૧૯૩૯ માં પ્રકાશિત પુસ્તકની બીજી આવ્રુતિ ના પાના નંબર ૧૩ પર જણાવ્યા મુજબ : નવસારી તો એવી આડી કે વચમાં રાખે ખાડી. નવસારી ની અસલી હાલત એવી જ હતી . ટેકરા ટેકરીની જગ્યા, વચમાં ભરબજારમાં પાણી જવાની ખીણ અને લોકો જુદા જુદા ટેકરાઓ ઉપર પોતાના મહોલ્લાઓ બનાવી વસતા હતા. મધોમતી વાળી ખાઈમાંથી ગાડાં અને માણસને રસ્તો કાપવો પડતો હતો, ત્યાં થઈ સહેલાઈથી લોકોથી જવાતું અવાતું ન હતું. આજની સુધારામાં આગળ વધેલી આપણી માયાળુ સરકારના ધર્મરાજની દોલતે આજે (૧૯૩૯) આપણે તે ખીણને પગ તળે દાબી ધમધોકાર ગાડી ઘોડે બેસી , વાડી બંગલે ધસી , તાડીબાડી ઢાંસી , મરજી માફક હરફર કર્યે છીએ. વસ્તી વધવા લાગી , એટલે ટેકરાઓની નીચે મોહોલ્લાઓ થવા લાગ્યા. ……….આ હકીકત છે કે મુળ નવસારી ટેકરાઓ પર વસેલું હતું : દડંગવાડ , વ્હોરવાડ , દામકા મહોલ્લો , પીર મહોલ્લો, નાગરવાડ, નિશાળ મહોલ્લો , હવેલી મહોલ્લો, પાળ ફળિયું , પીંજારા મહોલ્લો, કામુસ વાડ , સીલોદવાડ :::: દુનિયા તળાવ માંથી વધારાનું પાણી માટે હાલ પણ હયાત છે એવી નવસારી હાઈસ્કૂલ થી દેવેશ્વર મહાદેવની પાછળ થઈ મધુમતી મોટાબજાર થઈ ખાડી વહે છે. હવે એને ઉપરથી ઢાંકી દીધી છે . કાળક્રમે વસ્તી વધતી ગઈ. રેલ્વે આવી. નમાજખાના ના ટેકરા પર હાલનું સ્ટેશન બન્યું અને જુનાથાણાથી ટાવર ફુવારા થઈ સ્ટેશન સુધી સયાજી રોડ બન્યો. મફતલાલ અને દરભંગા મીલ આવી. સ્ટેશનની પશ્ચિમે નવસારીના ધનાઢ્યોએ બીજા પ્રદેશો : ખાસ કરીને સૌરાષ્ટ્ર , મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ તથા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારો માથી મીલ કામદાર તરીકે આવેલા લોકો ને રહેવા માટે ચાલીઓ બનાવી. : ગારડા ચાલ, નગીન જીવણની ચાલ , ડો. શેઠજીની ચાલ , ડો. ફોક્ષની ચાલ , રાયચંદ ચાલ, હીરા મેન્શન , શાહ ભુવન , ડાલડાની ચાલ એ બધા જાણીતા નામો છે. ૧૯૭૦ સુધી બીલ્ડર નામનો ધંધો ન હતો . હીરા ઉધ્યોગ સૌ પ્રથમ પાલનપુરી જૈનોને ખેંચી લાવ્યો અને ઝવેરી સડક પર ખજુરાં વાળી ડુબાણ જગ્યા પર મહાવીર સોસાયટી આવી અને ધીરેધીરે આખો વિસ્તાર વસ્તીવાળો થઈ ગયો. ૧૯૮૦ પછી આ પાલનપુરી જૈનોએ સાંઢકુવા રચના એપાર્ટમેન્ટ અને એની પાછળ ખાડો પસંદ કર્યો. મહારાણી શાંતાદેવી રોડ પર : ૧૯૭૦ -૮૦ સુધી સરદાર સોસાયટી, ગાંધીનગર સોસાયટી અને જનકલ્યાણ સોસાયટીઓ બની. ધીરેધીરે આખો વિસ્તાર જૈન અને સૌરાષ્ટ્ર પાટીદારોની ભરાઈ ગયો. શરૂઆતમાં આ વિસ્તારમાં બીનખેતી ની મંજુરીમાં શરત રાખવામાં આવતી હતી કે ભોંયતળીયું ખુલ્લું રાખવું. અને એ અમે ૧૯૭૨-૭૩ માં જોયેલા છે. કાળક્રમે ભોંયતળીયે પણ રહેઠાણ બની ગયા. પુર્ણા નદીનો એક ફાંટો કાછીયાવાડી થી પડી જલાલપોર પહેલાં મુળ પ્રવાહમાં ભળી જતો હતો . કાળ ક્રમે એ પુરાણ થઈ ગયું. નવસારી વીજલપોર , જલાલપોર અને નગરપાલીકામાં સમાવિષ્ટ ગામોમાં કેટલા બધા તળાવ હતા. વરસાદી પાણી તળાવમાં જાય. તળાવ ભરાઈ જાય તો વધારાનું પાણી આઉટલેટ દ્વારા નદીમાં જાય. ઘરેઘર કુવા અને ટાંકા . જાહેર રસ્તાઓ પર સ્ટેપ વેલ ( વાવ) : દરીયો, નદી, કોતર , ખરાબો , તળાવ , નહેર , ટેકરો, ખાડો …. એ કુદરતે અને જુના સમયમાં માણસે ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ સંદર્ભે બનાવેલા છે. પર્યાવરણ જાળવવા માટે : આ કુવા, વાવ, તળાવ, કોતર , નદી વિગેરે ની જે તે સ્વરૂપે જાળવણી જરુરી છે. ગઈકાલે જ યુએસએ એક મિત્ર સાથે વાત થઈ. એણે જણાવ્યું કે અમેરિકામાં નવું બાંધકામ માટે જમીન માં લેવલ કે પુરાણ કરવા દેતા નથી . આપણે નવસારીમાં શું કર્યું ? ૫૦ % દુધીયુ તળાવ ખાઈ ગયા. શોપીંગ સેન્ટર અને શાકભાજી ( કટલરી પરચુરણ ) માર્કેટ બની . કાલીયાવાડી કુદરતી વહેણ જે નદીને મળે છે, જેમાં સીસોદ્રા, કબીલપોર, તીઘરા, ઈટાળવા, જમાલપોર , કાલીયાવાડી ગામોનું વરસાદી પાણી આવે છે. આખો વિસ્તાર નીચાણ વાળો હતો અતિવ્રુષ્ટી માં પાણી આ છેટે પુર્ણા નદી સુધી નીયાણવાળા વિસ્તારમાં ફેલાઈ જતું અને ધીરે ધીરે નદીમાં સમાઈ જતું. એવું જ મહારાણી શાંતાદેવી રોડ અને જલાલપોર રોડ પર નદી બાજુ ખુલ્લી નીચાણવાળો વિશાળ વિસ્તાર હતો.. , ત્કાલીયાવાડી વિસ્તારમાં માટી પુરાણ કરીને શંખેષ્વર , સ્વપ્નલોક અને સુરભી સોસાયટી આવી ગઈ. ખુદ સરકારશ્રીએ ખરાબો પુરાંણ કરીને કલેક્ટર અને પ્રાંત અધીકારી ની કચેરીઓ બનાવી. તો હાઈવે પર નિરાલી હોસ્પીટલે પણ કોતર પર દબાણ કર્યું . જમાલપોર બાજુથી આવતી કુદરતી ખાડી ની બન્નેં બાજુ માર્જીન રાખ્યા નહીં અને હાલની ખાડી પણ બંધ કરવાનું નક્કી થયું છે. પછી પાણી નો નિકાલ કેવી રીતે થશે. ગટરમાં પ્લાસ્ટિકના કચરાથી પાણી બિલોર થયું. નગરપાલિકાએ બંબા દ્વારા કોમ્પ્રેસર છી પાણી આગળ ઢકેલાવ્યું હકીકતમાં કાયદાકીય જોગવાઈઓ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં કુદરતી વહેણ અને નહેર ની બન્ને બાજુ ૧૦-૧૦ મીટર , તળાવની પાળથી ફરતે ૩૦ મીટર , નદીની બન્ને પાળથી ૫૦ મીટર અને પછી ૫૦ મીટરમાં ફક્ત બાગ બગીચા અને દરિયાથી ૫૦૦ મીટર જગ્યા માર્જીન છોડીને બાંધકામ થઈ શકે છે. નવસારીમાં જુના વિસ્તારોમાં અસંખ્ય કુવા છે. જેમાં વરસાદી પાણી ઉતારી શકાય છે .. હવે વિચાર કરો … વરસાદી પાણીની નિકાલની સમસ્યા માં શું કારણો છે અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ . સમયની માંગ છે કે રાજકીય પક્ષો પોતાના યુવા કાર્યકરોને ઉપર જણાવેલી બાબતો ની તાલીમ આપે અને હવે પછી વરસાદી પાણી રોકાણ એવું માટી પુરાણ ન થાય એની ખાસ તકેદારી રાખે. ગેરકાયદે બાંધકામ ન કરે અને કંપે તેને અટકાવે. કોતર , કુવા, વહેણ , તળાવ , નદી વિગેરે વોટર બોડીનું રક્ષણ કરે. લેખક : સીએ વિનોદચંદ્ર જી દેસાઈ ૧૫-૭-૨૦૨૨
Twitter Feed
Heartiest congratulations to All for the best District development officer award for year 2016 – 17 Namely
— Vijay Rupani (@vijayrupanibjp) June 9, 2018
Shri Kankipati Rajesh , Surat district
Shri Vishal Gupta , Aravalli district
Shri Tushar d. sumera , Navsari district
Shri Dr M.d.modiya , Anand district pic.twitter.com/yXxRB7bstM